PM Kisan Yojana Update: ક્યારે મળશે રુ. 2000, 12માં હપ્તા પહેલા આવ્યું મોટું અપડેટ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.

દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. 

અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 

ત્યારે ખેડૂતો માટે આ અંગે સૌથી મોટા અપડેટ આવ્યા છે. આ અંગેના મીડિયા રિપોર્ટનું માનીએ તો આ હપ્તો 17 October 2022 સુધીમાં ખેડૂતોના ખાતામાં રીલિઝ કરી દેવામાં આવશે.

  અહીં મહત્વનું છે કે સન્માન નિધિ યોજનાનો આ 12મો હપ્તો એવા જ ખેડૂતોને મળશે જેમણે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કરી લીધું છે.

એપ્રિલ- જુલાઈનો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે આપવામાં આવે છે.

ઓગસ્ટ- નવેમ્બરનો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી આપવામાં આવે છે.

ડિસેમ્બર- માર્ચનો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન લાભાર્થીને મોકલવામાં આવે છે.

કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંર્ગત 11 હપ્તા રીલિઝ કર્યા છે અને છેલ્લો હપ્તો 31 મે 2022ના વિતરિત કરવામાં આવ્યો હતો.

पीएम किसान योजना की 12वीं क़िस्त से जुडी ताज़ा खबर प्राप्त करने के लिए निचे दी गयी लिंक पर क्लिक करें.